નવાઝ શરીફને પાછા લાવવા માટે પાકિસ્તાને ઘડ્યો જડબેસલાક પ્લાન

ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝના નેતા નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફને પાછા પાકિસ્તાન મોકલી દેવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કેસોમાં સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જામીન આપીને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી અપાઈ હતી. નવાઝ શરીફ સારવાર માટે બ્રિટન ગયા. તેમના ભાઈ શહબાજ શરીફ પણ તેમની સાથે છે. હવે નવાઝ શરીફના જામીનનો સમયગાળો પૂરો થયો છે. 
નવાઝ શરીફને પાછા લાવવા માટે પાકિસ્તાને ઘડ્યો જડબેસલાક પ્લાન

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝના નેતા નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફને પાછા પાકિસ્તાન મોકલી દેવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કેસોમાં સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જામીન આપીને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી અપાઈ હતી. નવાઝ શરીફ સારવાર માટે બ્રિટન ગયા. તેમના ભાઈ શહબાજ શરીફ પણ તેમની સાથે છે. હવે નવાઝ શરીફના જામીનનો સમયગાળો પૂરો થયો છે. 

વડાપ્રધાનના સૂચના અને પ્રસારણ મામલાના સલાહકાર ફિરદૌસ આશિક અવાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લંડનમાં સારવાર કરાવી રહેલા નવાઝ શરીફે પોતાની સારવાર સંબંધિત કોઈ પણ રિપોર્ટ પંજાબ સરકારને સોંપ્યો નથી. હવે નવા અને તેમની સાથે ગયેલા શહબાજને પાછા પાકિસ્તાન બોલાવવાનો સમય આવી ગયો છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર શરીફ ભાઈઓને પાછા પાકિસ્તાન મોકલવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખશે. આ દરમિયાન અવાને ઈમરાન સરકારની નીતિઓ અને કામકાજના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે સરકારની નીતિઓના કારણે મોઁઘવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં રોજબરોજના ઉપયોગી સામાનનો ભાવ ધટશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news